સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમાન્ય અથવા અમાન્ય કરવા યોગ્ય લગ્નથી પેદા થયેલા બાળકો કાયદાકીય રીતે માન્ય હશે અને હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અંતર્ગત માતા-પિતાની સંપત્તિ પર દાવો કરી શકશે. હિન્દુ ઉત્તરાધિકારી કાનૂન અનુસાર અમાન્ય વિવાહમાં પુરુષ તથા સ્ત્રીને પતિ અને પત્નીનો દરજ્જો નથી મળતો. જોકે, અમાન્ય કરવા યોગ્ય વિવાહમાં તેને પતિ અને પત્નીનો દરજ્જો મળે છે. અમાન્ય વિવાહને નિરસ્ત કરવા માટે આદેશિની જરુર હોતી નથી. જે વિવાહને કોઈ એક પક્ષના અનુરોધ પર રદ કરી શકાય છે, તેને ‘અમાન્ય કરવા યોગ્ય વિવાહ’ કહેવાય છે.
આ ચુકાદો ભારતના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ ન્યાયાધીશોની પીઠે રેવનાસિદ્દપ્પા વિ. મલ્લિકાર્જૂન (2011) મામલામાં બે ન્યાયાધીશોની પીઠના ચુકાદાના સંદર્ભમાં આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, શૂન્ય/અસ્થિર વિવાહમાં પેદા થયેલા બાળકો માતા-પિતાની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે હકદાર છે. કોર્ટે કહ્યું કે, પછી તે સ્વ અર્જિત સંપત્તિ હોય કે પૈતૃક. સુપ્રીમ કોર્ટે 2011ની એક અરજી પર નિર્ણય આપ્યો હતો.