Satya Tv News


વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી કરી ચોરી
ડભોઇના યુવાને ત્રણ મોટર સાયકલની કરી ચોરી
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ડભોઇના યુવાને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ મોટર સાયકલ ચોરીની બાતમીના આધારે ડભોઇ પોલીસે ચોરને જેલ ભેગો કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસ માથી મળતી વિગતો અનુસાર પીઆઈએસ જે વાઘેલાને એક ઇસમ નંબર વગરની મોટરસાયકલ લઈ ડભોઇ રાધે કોમ્પલેસથી રેલવે ચાંદોદ ફાટક થઈ સિનોર ચોકડી જવાનો હોય મળેલી બાતમી આધારે પી.આઈ ની સૂચના મુજબ ડી સ્ટાફના પોલીસ જવાનો દ્વારા ચાંદોદ રેલવે ફાટક પાસે વોચમાં ગોઠવાઈ જઈ બાતમી વાળી મોટરસાયકલ આવતા પોલીસે તેનો ઉભો રાખી નામની પૂછપરછ કરતા અફઝલ હુસેન ઈકબાલ મિર્ઝા રહેવાસી ડભોઇ અબદાલ મોહલ્લા બેગવાડા તેઓ પાસે ગાડીના કાગળ લાયસન્સ માંગતા નહિ હોવાનું જણાવતા પોલીસ સ્ટેશન ખાતે તેને લાવ્યા બાદ પોલીસે કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા વડોદરા શહેરના ગેંડા સર્કલ તેમજ ગોરવા અને સેવાસી મેઇન રોડ પર થી ત્રણ મોટર સાયકલ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: