Satya Tv News

YouTube player

ભરૂચમાંથી વધુ એક આગ લાગવાની ઘટના
રાજ સ્કીન ક્લિનિકમાં અચાનક લાગી આગ
ક્લિનિકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભરૂચ જિલ્લામાં ખાસ કરી ઔધોગિક એકમો, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવ્યા હતા,જે બાદ આજરોજ વધુ એક આગની ઘટના પૂર્વ ભરૂચના ભાગમાંથી સામે આવી હતી.

ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ એક કોમ્પ્લેક્ષ ખાતે રાજ સ્કીન ક્લિનિકમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, ક્લિનિકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ઉપસ્થિત લોકોએ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી.આગ લાગવાની ઘટના અંગેની માહિતી મળતા ફાયરના કર્મીઓએ લાયબંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા, અને આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં જ કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: