Satya Tv News

YouTube player

સીલુડી ચોકડી પાસે અકસ્માત સર્જાયો
એક્ટિવા સ્લીપ થઈ જતા ચાલક ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો
વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સીલુડી ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી.

નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામમાં રહેતા પ્રભાત ભીખા વસાવા પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.ડી.ડી.7612 લઈ વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપરથી પસાર થઈ રહયો હતો, તે દરમિયાન સીલુડી ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા પ્રભાત વસાવા માર્ગ ઉપર પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી,ઇજાઓને પગલે તેને 108 સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: