હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.
આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી છે. આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે.પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.