ડભોઇ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદા મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો નો સંઘ સહિત ભક્તજનોએ દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી.ડભોઇ તાલુકા ના કરનારી કુબેર ભંડારી દાદા મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે તાલુકાના કાયાવરણ ગામે થી પગપાળા સંઘ પધાર્યો હતો. જ્યારે કે ગુજરાતમાંથી સવાર થીજ મોટીસંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા ગુજરાતના પ્રખ્યાત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોથી ઉભરાયા હતા જેમાં સમગ્ર ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અનેક શિવાલયો ભક્તોની ભીડથી દર્શન માટે ઉંમટી પડે છે. જ્યારે કે ગુજરાતનું પ્રસિદ્ધ અને પ્રખ્યાત ડભોઇ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદા મંદિર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તો અને શ્રદ્ધાળુઓ ના દર્શન માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રાવણ માસ તેમજ અન્ય દિવસોમાં ભક્તો હાલ તો શ્રાવણ માસમાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે જ્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે મફત જમવાનું અને મફત પાર્કિંગ પણ ની સુવિધા છે નદી કિનારે આવેલું હોય જેને લઈને ગાડી કુબેર ભંડારી મંદિર આવતા ભક્તોને દરેક જાતનો લાભ મળી રહ્યો છે જ્યારે રજનીભાઈ પંડ્યા એ જણાવેલું કે અહીં આવતા શ્રદ્ધાળુઓને ખાસ મારી અપીલ છે કે નર્મદા નદીને ચોખ્ખી રાખવી જેમાં ગંદા ચંપલ ગંદા કપડા કે પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની થેલી નાખવી નહીં જો નર્મદા માં ચોખ્ખી હશે તો આપણું મન પણ ચોખ્ખું રહેશે અહીં આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ