
વાગરા ના ખોજબલ ગામે થી પોલીસે ચાર શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.જયારે ત્રણ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે ૨૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર એ કે જાડેજા ની સૂચના મુજબ વાગરા પોલીસ ની મળેલ બાતમી ના આધારે ખોજબલ ગામે છાપો માર્યો હતો.ખોજબલ કબ્રસ્તાન નજીક ટોર્ચની લાઈટ ના અજવારે જુગાર રમતા ચાર જુગારીયાઓ સેહજાદ રાજ,સમીર રાજ,ફયાજ વ્હોરા,જમાલઉદ્દીન રાજ તમામ રહે ખોજબલ ને ઝડપી લીધા હતા.જ્યારે અવિનાશ વસાવા,જયેશ વસાવા અને મુબારક રાજ રહે ખોજબલ નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની પાસે થી પોલીસે અંગ ઝડતી અને મોબાઈલ ના મળી ૨૬૫૩૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.વાગરા પોલીસે જુગારીયાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા.