Satya Tv News

લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે. તમામ લોકોની નજર આજના સંત મહાસંમેલનની ઉપર છે. આ સંમેલનમાં શું આખરી નર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. કારણ કે આજે દેશભરના મહામંડલેશ્વર અને સંતો લીંબડી સંત મહાસંમેલનમાં હાજરી આપશે. જેમાં તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજના સંત મહાસંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષિ ભારતીબાપુ હાજર રહેશે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના આ સંત મહાસંમેલનમાં 2 હજાર જેટલા સનાતમ ધર્મના લોકો પણ હાજર રહી શકે છે.

ભીંતચિત્રોને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આ મામલે વિવાદ વકરતા ગુજરાત સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો, VHP તથા સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી અને આખરે મંદિર પરિસરમાંથી બંને વિવાદિત ચિત્રો દૂરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાતે સાળંગપુર ખાતે મંદિર પરિસરમાં વિવાદિત ભીંતચિત્રોને દૂર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હનુમાનજીના ભીંતચિત્રોને હટાવાયા હતા.

error: