Satya Tv News

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 6 સપ્ટેમ્બર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 6 અને 7 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યાતા છે. સાથે જ હવામાન વિભાગે પૂર્વી રાજસ્થાનમાં 7 અને 9 સપ્ટેમ્બર અને ઉત્તરાખંડમાં 8 અને 9 સપ્ટેમ્બર વખતે હલકા વરસાદથી લઈને મધ્યમ અમે ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ લોકોને બીજા ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળશે. 6થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે. આઈએમડીએ ભારે વરસાદની ચેતાવણી પણ આપી છે. પૂર્વોત્તર રાજ્યોમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે. અસમ અને મેઘાલયમાં 8 અને 9 સપ્ટેમ્બર અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી છે

error: