Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જોકે તેને લઈને ઓફિશ્યલ રીતે કંઈ પણ નથી કહેવામાં આવ્યું. પરંતુ અમુક રાજકીય પક્ષો વિરોધ તો અમુક સમર્થન કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે સંસદના આગામી ખાસ સત્ર વખતે સરકાર સંવિધાન સંશોધન કલમ રજુ કરી શકે છે. ખબર છે કે જો સરકાર આ પગલું ભરે છે તો ભારે ખર્ચ ઉઠાવો પડી શકે છે.
નામ બદલવામાં અંદાજે 14 હજાર 304 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ આંકડાની ગણતરી દક્ષિણ આફ્રીકાના વકીલ ડેરેન ઓલિવિયરે જણાવેલા ફોર્મૂલાથી કરવામાં આવી છે.