Satya Tv News

રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક 20થી 25 લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને બાદમાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે. સ્થાનિક મહિલાઓ અને પુરુષો દ્વારા પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. અમારા વિસ્તારમાં જ કેમ રેડ પાડો છો એવુ કહીને સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

20થી 25 લોકોના ટોળાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાંચ SOG સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.હાલમાં 10 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત કેટલીક મહિલાઓ અને અન્ય શખ્સો ફરાર થઇ ગયા છે તેમને શોધવા માટે પોલીસ દ્વારા રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ.

Created with Snap
error: