ઝઘડિયામા શિક્ષક દિનની ઉજવણી
રાજપારડી ડી.પી.શાહ વિદ્યા મંદિર ખાતે ઉજવણી
સ્કુલના શિક્ષકોનું ફૂલગુચછ આપી સન્માન કરાયું
પોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર કર્યો વ્યકત
ઝઘડિયા તાલુકામાં પાંચ મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન નિમિત્તે રાજપારડી ડી. પી. શાહ વિધામંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી..
તેમજ શાળાના શિક્ષકોનુ ફૂલગુચછ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજપારડી ડી.પી.શાહ વિદ્યા મંદિરનાં આચાર્ય પારુલ દ્વારા પણ પોલીસ સ્ટાફનું સ્વાગત કરી ફૂલગુચછ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજપારડી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા બાળકોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે ભણતર એ જીવનનો પાયો છે. ને જે પાયાની મજબૂતાની કડી માત્રને માત્ર શિક્ષક જ છે. ‘ જેવી રીતે શરીર પ્રાણ વગર નકામું તેવીજ રીતે શિક્ષણ શિક્ષક વગર અધુરુ ” જેથી શિક્ષકને સાચો ગુરુ કહેવાય છે. જેથી શિક્ષણ ખુબ જ જરૂરી છે. તેવુ માગઁ દશઁન રાજપારડી પોલીસ દ્વારા વિધાથીઁઓને સારા સુચનોનુ માગઁ દશઁન વિશેનું સુંદર આચમન કરાવવાંમાં આવ્યુ હતુ.
સાથે સાથે ટ્રાફિક રૂલ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા..રાજપારડી ડી.પી.શાહ વિદ્યા મંદિરનાં આચાર્ય પારૂલ તથા શિક્ષક સ્ટાફ દ્રારા પણ રાજપારડી પોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા