Satya Tv News

સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે તેને લઈ એરપોર્ટ ઓથોરિટીએ એક નોટિસ બહાર પાડી છે. અત્રે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ PM મોદીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુક્યુ હતું. એરેપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નોટિસમાં લખ્યું છે કે, 9મી સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ સ્થાયીરૂપે ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવશે. 10મી સપ્ટેમ્બર 2023થી રાજકોટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલિત થશે, જે રાજકોટ શહેરથી 30 કિમીના અંતરે સ્થિત છે. એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આપનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વાગત કરે છે.

error: