એક યુવાને અલ્હાબાદ કોર્ટનો સંપર્ક કરીને વિનંતી કરી હતી કે તેની માતા અને સંબંધીઓ તેના જીવનસાથી સાથેના તેના સંબંધોની વિરુદ્ધ છે. અરજદારે કહ્યું હતું કે તેનાથી તેના જીવનમાં મોટી તકલફ પડી રહી છે અને તે ખૂબ પરેશાન છે.તેની માતાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેને ઓનર કિલિંગનો ભય છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટમાં જતા પહેલા અરજદારે ગૌતમ બૌદ્ધ નગર પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજદારે કહ્યું હતું કે, તે આગામી વર્ષોમાં લગ્ન કરવા માગે છે. તે શાંતિથી રહેવા માંગે છે તેથી તેણે સંબંધીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધાવી ન હતી.
સરકારી વકીલે કોર્ટમાં આ બાબતનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બંને અરજદારો અલગ અલગ ધર્મના છે અને લીવ ઈન મુસ્લિમ પર્સનલ લોમાં રહેવું જરૂરી છે. કિરણ રાવત કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે આ પહેલા લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતા કપલ્સને સુરક્ષા આપવાનો ઈનકાર કરી દીધો હતો.
જેના પર કોર્ટે કહ્યું કે કિરણ રાવત કેસની સ્થિતિ અલગ છે અને લિવ-ઈનમાં રહેતા કપલ સુરક્ષા માટે હકદાર નથી તે સામાન્ય નિયમ માનવામાં આવતો નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના અલગ અલગ નિર્ણયો પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, જે અરજદારો યુવાન છે તેઓ લિવ-ઈનમાં સાથે રહેવા માટે સ્વતંત્ર છે. બેન્ચે કહ્યું હતું કે અરજદારો સાથે રહેવા માટે સ્વતંત્ર છે. જો અરજદારને પોતાના લિવ ઈનમાં કંઈ તકલીફ પડે તો તે પોલીસનો સંપર્ક સાધી શકે છે અને આ રીતે પોલીસ તેને રક્ષણ પુરુ પાડશે.