Satya Tv News

કુમાર દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ જવાને પહેલા જ દિવસે સાબિત કરી દીધું છે કે તેની સામે ભાગ્યે જ કોઈ ટકી શકશે. શાહરૂખ ખાનની આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. જવાન કિંગ ખાન અને મેકર્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. પઠાણ પણ જવાન સામે ઘૂંટણિયે પડી ગઈ છે. જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થયેલી જવાનને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

શાહરૂખ ખાનના ચાહકોની નજર ફિલ્મની પહેલા દિવસની કમાણી પર છે. જોકે પહેલા દિવસના આંકડા શાહરૂખના ફેન્સને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. જવાન બોક્સ ઓફિસ પર તોફાન લાવ્યો છે. જેની સામે પઠાણ અને ગદર 2 બંને માથું નમાવતા જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જવાને ભારતમાં પહેલા દિવસે 75 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો છે. તેમાં તમામ ભાષાઓનો કલેક્શન સામેલ છે.

બીજી તરફ હિન્દી ભાષાની જ વાત કરીએ તો શાહરૂખ ખાનની જવાને 63-65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તમિલ ભાષાની વાત કરીએ તો ફિલ્મે અહીં 5 કરોડનો બિઝનેસ કર્યો છે અને તેલુગુ ભાષામાં પણ જવાન 5 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. એટલે કે શાહરૂખનો ચાર્મ સાઉથમાં પણ જોવા મળી રહ્યો છે.

જવાનના પહેલા દિવસના આંકડા સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મે પહેલા દિવસની કમાણી મામલે શાહરૂખના પઠાણને ઘણું પાછળ છોડી દીધું છે. પઠાણે શરૂઆતના દિવસે 55 કરોડનો બિઝનેસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે જવાને તે રેકોર્ડ તોડી નાખ્યો છે. જવાન હવે હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

error: