Satya Tv News

અનુસૂચિત જાતિની એક યુવતી મિત્રતાનું નાટક કરનારી મુસ્લિમ યુવતી શિફત અંસારીનું ષડયંત્ર જાણી શકી નહીં. તેના પર વિશ્વાસ કરીને હોટલ પહોંચી તો, પહેલાથી જ ત્યાં બે મુસ્લિમ યુવકોએ બળજબરીપૂર્વક ગૌમાંસ ખવડાવ્યું અને કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. એટલું જ નહીં મુસ્લિમ યુવતીએ તેનો વીડિયો પણ ઉતાર્યો. જેના સહારે ત્રણેય બ્લેકમેલિંગ કરવા લાગ્યા. પીડિતા પાસેથી પાંચ લાખ રૂપિયા માગ્યા. તેની તે વ્યવ્સથા કરી શકી નહીં તો વીડિયો તેના મંગેતરને મોકલી દીધો. બુધવારે પોલીસે આરોપી શિફત, શોએબ અને નદીમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ધરપક કરી છે

યુવતીએ જણાવ્યું છે કે, મિત્રતા હોવાના કારણે હુસૈનબાગના રહેવાસી શિફત અંસારીને 30 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા. નક્કી કરેલો સમય વિતી ગયા બાદ એક સપ્ટેમ્બરે તેણે પૈસા પાછા માગ્યા તો, તેને બે સપ્ટેમ્બરે ડીડીપુરમના ટપરી કેફેમાં બોલાવી.સેટેલાઈટ ચોકની નજીક રઝાની હોટલમાં કામ છે, ત્યાં રૂપિયા મળી જશે. તેને કહેવા પર બે કલાક બાદ રિસેપ્શન પર પહોંચી તો કર્મચારીએ કહ્યું કે, શિફત રુમમાં રાહ જોઈ રહી છે. આરોપ છે કે રુમમાં પહોંચતાની સાથે તેની સાથે બેઠેલા શોએબ અને નદીમે દબાણ કરીને મિલાવટી કોલ્ડ ડ્રિંક્સ પિવડાવ્યું. જે બાદ બેભાન થવા લાગી. આરોપીઓએ ગૌમાંસનું કબાબ પણ ખવડાવ્યું. થોડી વારમાં તે બે ભાન થઈ ગઈ અને તેની સાથે દુષ્કર્મ કર્યું. તેનો વીડિયો પણ ઉતારી લીધો. ડરના કારણે તે ચૂપચાપ ઘરે આવી ગઈ અને કોઈને જાણ કરી નહીં. સાથે જ તેને ધમકી આપી હતી કે , જો કોઈને કહેશે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. બીજા દિવસે આરોપીએ પાંચ લાખ રૂપિયાની માગ કરી. રૂપિયાની વ્યવસ્થા ન થઈ તો, ચાર સપ્ટેમ્બરે આરોપીઓએ વીડિયો મંગેતરને મોકલી દીધો. હવે ત્રણેય આરોપીઓ બીજા અન્ય મુસ્લિમ યુવકો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યા છે.

ત્રણેય સાથે પુછપરછ થઈ રહી છે. આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ, એસસી, એસટી એક્ટ, ધમકી, રંગદારીની કલમોમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જગતપુર નિવાસી શોએબ બીફાર્મા કરી રહ્યો છે, નદીમ ઉર્ફ વિક્કી હેયર ડ્રેસર છે. વીડિયો વાયરલ કર્યા બાદ બંને આરોપી કશ્મીર ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યાં નદીમની દુકાન છે. આ બંનેની મિત્ર શિફત અંસારી ઈંટર પાસ છે.

error: