Satya Tv News

YouTube player

BTP આગેવાનો દ્વારા આવેદનપત્ર
શિક્ષક તરીકે ભરતી કરવાની માંગ કરાઈ
આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ભરૂચ ખાતે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગ કરાઈ હતી.

ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં નેજા હેઠળ શુક્રવારે જિલ્લા કેલકટરને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ,રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં મંજૂર કરેલા શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસ દીઠ કાર્ય કરાવવાની યોજના 2016 થી અમલમાં મૂકી હતી.ત્યારથી માંડીને આજ દિન સુધી શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું ધ્યેય સમજીને પ્રવાસી શિક્ષકોને નિમણૂકની પરંપરા બનાવી દીધી છે.શિક્ષણ વિભાગે કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દીધો છે.જેના કારણે કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને TET / TAT જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારીનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની વય મર્યાદાને લીધે યુવાનો બેરોજગારીમાં ધકેલાઈ જશે.જેથી TET/ TAT પાસ બેરોજગાર ઉમેદવારો માટે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે માંગ કરાઈ છે.વધુમાં સરકાર દ્વારા આ બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: