CAG રિપોર્ટ માં પૈસાના ખેલનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ દર્દીના મોત બાદ પણ સારવાર બતાવાઈ હોવાનો ખુલાસો CAG રિપોર્ટ માં થયો છે. આ સાથે 13860 દર્દી માત્ર કાગળ પર હોવાનું પણ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યની આયુષ્યમાન યોજના હેઠળની હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, હોસ્પિટલ તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયાનો CAGના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ CAG રિપોર્ટમાં હોસ્પિટલ દ્વારા સરકાર પાસેથી નાણા પડાવવા રચાતા કારસાનો ભાંડો ફૂટ્યો છે.