Satya Tv News

ડભોઇ શહેર તાલુકાના ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડવાથી ખેતીને જીવતદાન મળતા અને પહેલા વીજળી આઠ કલાક મળતી હતી

ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆતના પગલે ખેડૂતોને10 કલાક વીજળી મળતાં ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી . ખેડૂત હાજી ઇબ્રાહીમ મહુડાવાળા જણાવ્યું હતું. તેમને વધુમાં ખેતીપ્રધાન દેશમાં ખેતીલાયક વરસાદ નોંધાયો હોવાથી ખેતીમાં ખેડૂતો દ્વારા ડભોઇ તાલુકામાં કપાસ સોયાબીન ડાંગર તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા એક મહિના ઉપરાંતથી વરસાદ નહીં પડવાને કારણે ખેતીને નુકસાન થાય તેમ લાગતું હતું પરંતુ છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી. જ્યારે કે
ડભોઇ ખેતીવાડી વિસ્તરણ અધિકારી મીનાક્ષીબેન તેમજ ખેતીવાડી નિયામક અધિકારી મહેશએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડભોઇ તાલુકામાં અત્યાર સુધીનો સીઝનનો વરસાદ 588 એમ એમ એટલે 23 ઇંચ ઉપરાંત પડતા કપાસનું વાવેતર 18,837. સોયાબીન 1461, અને ડાંગર 1725 તથા તુવેર 1265 કુલ 23,288 વાવેતર તથા 49678 વિસ્તારમાં. ખેડૂતો દ્વારા વસાઈ તરસાણા પણસોલી સીમળીયા વઢવાણા કુકર કરણેટ બોરીયાદ ધરમપુરી સિતપુર ચનવાડા અકોટી ફરતી કુઈ ભીલાપુર થુવાવી મંડાળા કાયાવરોહણ પલાસવાડા વિગેરે વિસ્તારમાં વરસાદ પડવાથી ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: