Satya Tv News

નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ટાઉન બીટ વિસ્તારમાં પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહી જુગારની રેડમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં આવેલ મસ્જિદ ફડીયાના ટેકરા ઉપર રાજેશના ઘરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામા લાઇટના અજવાળે સલમાન અબ્દુલ મલીક પઠાણ નાઓ પોતાના અંગત ફાયદા સારું પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જે મળેલ બાતમી આધારે પોલીસ તથા પંચોએ બાતમીવાળી જગ્યાએ આવતા કેટલાક ઈસમો કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર રમતા હતા. જ્યાં રેઈડ કરતા જગ્યા ઉપર ૪ જુગારીઓ પકડાઇ ગયા હતા. જે પકડાયેલા ખેલીઓને પંચો રૂબરૂ નામ-ઠામ પુછતા તથા અંગ ઝડતી કરતા ૧૦,૫૫૦/- તેમજ દાવ પર ના ૨,૫૦૦/- રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૧૩,૦૫૦/- ઝપ્ત કર્યા હતા. જ્યારે અન્ય પાંચ જુગારીઓ ફરાર થતાં પોલીસે જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે પકડાયેલા આરોપી , ઇરફાન ફિરોજ પઠાણ, હમરાજ અમીર દિવાન,પ્રવિણભાઇ ઉત્તમભાઇ સીરસાઠ, રાકેશભાઇ ભગવાનદાસ સૈયાદાન પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી અને સલમાન અબ્દુલ મલીક પઠાણ, સિકુભાઇ હિંમદભાઇ શેખ,વોન્ટેડ રાજેશ ઉર્ફે ખન્ના વસાવા
,વોન્ટેડ હિતેશભાઇ વસાવા, વોન્ટેડ રાજુભાઇ મંગળદાસ પ્રજાપતીને વોન્ટેન જાહેર કર્યા છે

error: