Satya Tv News

ડભોઇ નગરપાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટર તથા ડભોઈ નગરપાલિકા ખાતે રજાના દિવસે કચેરી ચાલુ રાખી પી.એમ.સ્વનિધિ યોજનાની વધુમાં વધુ અરજીઓ થાય જે માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાથી માહિતગાર કરી અને લોન મેળવી આજીવિકા મેળવે તે ઉદેશથી ડભોઇ નગરમા વિવિધ ટીમો બનાવી કર્મચારીઓ દ્વારા ઝૂબેશના સ્વરૂપે ડભોઈ નગરના વિવિધ વિસ્તારમાં જઈ ફેરિયાઓને શોધી તેમને મળવાપાત્ર લોન માટેની અરજીઓ નગરપાલિકા ખાતેથી કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં નગરના 1,000 થી વધુ ફેરિયાઓને રૂપિયા 10,000 ની લોનનો લાભ, રૂ. 10,000 ની લોન પૂર્ણ કરનારને રૂ. 20000 ની લોન તથા 20000/- ની લોન પૂર્ણ કરનાર ને રૂ. 50000/- ની લોન નગરની વિવિધ બેંકોના સહયોગ થી આપવામાં આવ્યો છે. આમ, આ યોજનામાં ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં દ્વારા અત્યાર સુધી 2 કરોડ માતબર રકમનું ધિરાણ આપવામાં આવેલ છે.

હજીપણ, કેટલાક ફેરિયાઓ નાણાંના અભાવે પૂરતો માલ સામાન રાખી ધંધો કરી શકતા નથી તેવા ફેરિયાઓને શનિ-રવિ રજા ના દિવસે પણ ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ આ સેવાના કાર્યમાં જોડાઈ ઝુંબેશના ભાગરૂપે આ કાર્ય કરી ફેરોયાઓને માહિતગાર કરી જરૂરિયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ પહોંચાડવામાં સહભાગી બની રહ્યા છે.

વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર સાહેબ એસ. પી ભગોરા તથા તેમની ટીમના અધિકારીઓ દ્વારા સદર યોજના અંગે ઝોન ના તમામ ચીફ ઓફિસરની વિડીયો કોન્ફરન્સ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.જેમા મળેલ સૂચના અનુસાર ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબ ના મળેલ આદેશ અનુસાર આ યોજનાના મેનેજરશ્રી મહેશ પરમાર દ્વારા સદર કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ છે.આ કામગીરી મા પ્રવીણ બારીયા, ભાવેશ રાણા,આકાશ સોલંકી,નીતિન વસાવા,ભાવેશ વસાવા દ્વારા ખુબ સુંદર કામગીરી કરવામાં આવેલ છે.

વિડીયો જર્નલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: