ડભોઇ શહેર ખાતે રહેતા દેવીપુજક સમાજ દ્વારા વર્ષોથી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. અને તેમના ઈષ્ટદેવની માટીની મૂર્તિની સ્થાપના કરી ખુબજ શ્રધ્ધા અને આસ્થા થી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે ,તે રીતે આ વર્ષે પણ દેવી પુજક સમાજે તેમની પરંપરાગત રીતે સંત પુરી ખાતે મૂર્તિ મૂકી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ ભગવાનની જન્મની ઉજવણી કરી બીજે દિવસે ખૂબ મોટી સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો દ્વારા વાજતે ગાજતે સંત પુરી રેલવે સ્ટેશન પાસેથી વરઘોડો કાઢી ટાવરથી લાલ બજાર તળાવમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ભક્તિ મય પ્રોગ્રામમાં દેવીપુજક સમાજના ડભોઇ સહિત વિવિધ તાલુકા માથી ભાવિકો જોડાયા હતા અને વિવિધ ભગવાનના વેશભૂષા ધારણ કરેલા બાળકોનું આકર્ષણ જણાવ્યું હતું સમગ્ર દેવીપુજક સમાજ દ્વારા શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ