રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક યોજનાને લઈ વિરોધ ઉભો થયો છે.
જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો. ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે. આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું, કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો. કાયમી ભરતી પણ કરવામાં આવશે.
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરાર આધારીત ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતું જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ટેટ તેમજ ટાટાની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોમાં વિરોધ ઉભો થવા પામ્યો હતો. ત્યારે ઉમેદવારો દ્વારા માંગણી કરી હતી કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. તેમજ છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. સહિતની માંગ સાથે રાજ્યમાંથી આવેલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.