Satya Tv News

ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યું છે.

આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર લાગી છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પણ આ મહિનો ખૂબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવાર ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણમાં સોમવારનું મહત્વ વધુ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખવાથી, પૂજા વગેરે કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવને બેલિના પાન, ભાંગ, ધતુરા અને જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે.

error: