Satya Tv News

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી કેમિકલ વેસ્ટ ઝડપાયું

SOG પોલીસે 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

શંકાસ્પદ કેમિકલ વેસ્ટ બેગ ભરેલી ટ્રક ઝડપાઇ

અંકલેશ્વર GPCBએ નમૂના લઇ તપાસ શરૂ

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ બેગ ભરેલ ટ્રક ઝડપી પાડી રૂપિયા 9 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી કરતા કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

અંક્લેશ્વર -પાનોલીના ઉદ્યોગોએ હવે પોતાના વેસ્ટ કેમિકલનો નિકાલ પર્યાવરણના જતન સાથે નિયત કરેલ સાઈટ પર નિકાલ કરવાના બદલે પર્યાવરણને નુકસાન થાય એ રીતે કરી રહી છે. ભરૂચ SOG પી.આઈ. આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ખરોડ ચોકડી નજીક આવેલ ચાચા હોટલ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રક ઉભી છે. જે આધારે ટીમ સ્થળ પર સર્ચ કરતા માહિતી આધારિત ટ્રક મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક નાગેન્દ્ર લખીચંદ યાદવની ટ્રક માં શું ભર્યું છે તે અંગે પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે એસ.ઓ.જી પોલીસે ટ્રકમાં સર્ચ કરતા અંદર પ્લાસ્ટિક બેગ માં પ્રવાહી જથ્થો મળી આવ્યો હતો.

જે રસાયણ શું છે તે જાણવા GPCBને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને પ્રાથમિક આ કેમિકલ વેસ્ટ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. જે જથ્થો ક્યાંથી ભર્યો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે જરૂરી તપાસ કરી કેમિકલ વેસ્ટ સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.SOG પોલીસે મુદ્દામાલ કબ્જે વધુ તપાસ હાથ ધરતા કેમિકલ માફિયાઓમ ફફડાટ ફેલાવા પામ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: