Satya Tv News

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા રોડ ઉપર આવેલા પોઈન્ટ તેમજ ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં જવા અંગેના એસ.પી રિંગ રોડ, એસ.જી હાઈવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ ઉપર આવેલ પોલીસ પોઈન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવા અને વાહન ચેકિંગ દરમિયાન વિદેશ નાગરિકો/વિદેશ પ્રવાસથી આવેલા નાગરિકો સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રિફિંગ કરવું.

અમદાવાદ એરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ હતું. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.

હાઇકોર્ટે કરી ટકોર ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી હતી.

error: