Satya Tv News

મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા આજે ભાજપ કાર્યલય ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલા તેઓની શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નામોની જાહેરાત કરાઈ છે.અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

error: