સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે. અત્રે જણાવીએ કે, નૈમેશ દવે વિરુદ્ધ ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે.આપને વિગતે જણાવીએ કે, જે ફરિયાદમાં સરકારી તિજોરીને નુકસાન કરવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટના વકીલે પુરાવા સાથે ફરિયાદ કરી છે. તલોદમાં 15 વીઘા જમીન મામલે કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર સહિત ચીટનીશ હર્ષ પટેલ ભૂ-માફિયા સાથે સાંઠ ગાંઢ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.