મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાની સમગ્ર ચેટ તેમજ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ પુરાવા આપ્યા હોવા છતાં 3 પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ કરાઈ રહ્યો છે.
ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરએ જણાવ્યું કે, પોલીસને તમામ પુરાવા આપ્યા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પોલીસ એવું જણાવી રહી છે કે, મોબાઈલ ફોન એફ એસ એલમાં મોકલવામાં આવ્યો છે. FSLના રિપોટ આવ્યા પછી જ કાર્યવાહી કરાશે. વધુમાં જયેશ ઠાકોરએ જણાવ્યું કે, એમે કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ પુરાવા પણ આપ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી.