અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યુ કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો વ્યવસાય કરે છે. જેમાં સારો નફો મળી રહે છે. અદિતિના સંપર્કમાં આવ્યા બાદ કુલદીપે તેના પર વિશ્વાસ રાખીને બાનોકોઈનમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અદિતિએ તેને કસ્ટમર કેરમાં વાત કરાવી હતી. જેના બાદ તેણે કુલદીપનું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું.
કુલદીપને બોનોકોઈનમાં સારુ રોકાણ મળશે તેવી આશા જાગી હતી. તેથી તેણે પહેલા 1 લાખનું રોકાણ કર્યુ હતુ. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં તેને સીધો 78 ડોલરનો ફાયદો થયો હતો. જેથી તેને બાદમાં વધુ નફાની લાલચ જાગી હતી. 20 જુલાઈથી 31 ઓગસ્ટ દરમિયાન કુલદીપે કુલ 18 વાર અલગ અલગ રોકારણ કર્યું. પરંતું 18 સપ્ટેમ્બરના રોજ તેને ખાતુ ચેક કર્યુ તો તેનુ એકાઉન્ટ ફ્રીઝ થયેલુ હતું. તે રૂપિયા ઉપાડી ન શક્યો.
આ બાદ કુલદીપે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો તો તેને એકાઉન્ડ ડી-ફ્રીઝ કરવા બીજા 35 લાખનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જેથી તેણે અદિતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો તેણે કોઈ જવાબ ન આપ્યો. આમ, અમદાવાદનો એન્જિનિયર ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો ભોગ બન્યો હતો. એક યુવતીના સંપર્કમાં આવીને તેણે કુલ 1.3 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. મહિલા કૌભાંડી હોવાનું બહાર આવ્યું હતું અને તેણે જાળમાં ફસાઈને તેના તમામ પૈસા ગુમાવી દીધા હતા. ગાંધીનગર સ્થિત એક કંપનીમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે શનિવારે સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા સામે ફરીયાદ દાખલ કરાવી હતી.