પ્રોહીબ્યુશનના ગુનાનો વોન્ટેડ આરોપીની ધરપકડ
ભચાવ ખાતેથી ઝડપી પાડતી-સુરત રેલવે પોલીસ
રેલવે પોલીસ મથકે લાવીકાર્યવાહી હાથ ધરી
કુલ 47.270 નો મુદ્દામાલ કર્યો કબજે
પોલીસ અધિક્ષક સરોજ કુમારી પશ્ચિમ રેલવે વડોદરાનાઓના માર્ગદર્શન તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વસાવાનાઓની સૂચના અનુસાર સુરત રેલવે પોલીસને તારીખ 07/06/2023 ના રોજ બાતમી મળેલ કે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં બે ઇસમો ત્રણ ટોલી બેગ તથા બે સોલ્ડર બેગ લઈ દાદરથી ગાંધીધામ તરફ આવી રહ્યા છે, જે બાતમીના આધારે સુરત રેલ્વે પોલીસે ટ્રેન પ્લેટફોર્મ નંબર 01 ઉપર ટ્રેન આવતા તપાસ કરતાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી.
સુરત રેલવે પોલીસે સદર 05 બેગો રેલવે સ્ટેશન ઉપર ઉતારી તપાસ કરતા બેગમાંથી રેલવે ટીકીટ તથા પરાક્રમસિંહ નામના ઇસમનો આધારકાર્ડ તથા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 55 કિંમત 47.270 નો મુદ્દામાલ કબજે કરી સદર આરોપી પરાક્રમસિંહ હઠુભા જાડેજા રહે દરબારગઢ ભચાઉ નાઓની અટક કરી સદર ગુનાના કામે નાસ્તો ફરતો બીજો આરોપી હિતેશ ડાયા લુહારને ભચાઉ ખાતેથી ઝડપી પાડી સુરત રેલવે પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા