Satya Tv News

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે. વિધાનસભામાં સવારે 10 કલાકે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરશે.વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ રહેશે. વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એટલે NeVA થી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે.વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી બાબતોને એપ્લિકેશનમાં આવરી લેવાઇ. ધારાસભ્ય પણ તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાર પર પોતાનો મત અને હાજરી પણ એપ્લિકેશનથી પૂરી શકશે. ભવિષ્યમાં એપ્લિકેશનનો વ્યાપ વધારાશે. લોકોને જોડીને પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા પ્રયાસ થશે.

આજે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમ બાદ બપોરે 12 વાગ્યે વિધાનસભાનું સત્ર મળશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. જેમાં ગૃહ, સામાન્ય વહીવટી વિભાગ, મહેસુલ, માર્ગ મકાન, પંચાયત, શહેરી વિકાત તથા રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ સહિતની બાબતો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. વિવિધ વિભાગોનાં અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. તેમજ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરીટી વિધેયક. તેમજ ગુજરાત માસ અને સેવા સુધારા વિધેયક અને ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે.

error: