Satya Tv News

ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવનમાં પ્રેવેશ કરી રહ્યાં છે. અડાજણ વિસ્તારના બિઝનેશ મેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. એક બિઝનેશમેનનની માત્ર 12 વર્ષની દીકરીએ દીક્ષા ધારણ કરી રહી છે. શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહે દીક્ષા મુહૂર્ત જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીની નિશ્રામાં સંયમનો માર્ગ અપનાવ્યો છે. મુમુક્ષુ પ્રિશા શાહે ઓડી કારમાં ઘરેથી મુહૂર્ત લેવા પહોંચી હતી. પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું. અત્રે જણાવી દઈએ કે, 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહના પણ સંયમ મુહૂર્તની તૈયારી કરી રહી છે. પ્રિશા હર્ષિત શાહની ઉંમર 12 વર્ષની છે અને માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે. પ્રિયાએ વૈભવી જીવનશૈલી છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યો છે.

error: