Satya Tv News

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા છે. મચ્છજરન્ય અને પાણી જન્ય રોગોનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે. પાછલા મહિનાની સરખામણીમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ 805 કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવા પામ્યા છે.

error: