Satya Tv News

ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં બેંકોને તેમના બેંક ગ્રાહકોને ‘UPI NOW, PAY LATER’ સેવા પ્રદાન કરવા પર કામ કરવા સૂચના આપી છે. તેનો અર્થ એ કે ગ્રાહકો પાસે નિશ્ચિત મર્યાદા સુધી શૂન્ય બેલેન્સ હોવા છતાં પણ UPI દ્વારા ચુકવણી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ત્યારે આ સેવા કેવી રીતે કામ કરશે ચાલો સમજીએ.

વાસ્તવમાં, પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન બેંકોની ઓવરડ્રાફ્ટ સુવિધા હશે. હવે આ સેવાનો ઉપયોગ Google Pay, Paytm, Phone Pay અને MobiKwik જેવી એપ્સ દ્વારા કરી શકાય છે. આ સિવાય આ કામ બેંકોની મોબાઈલ બેંકિંગ એપ દ્વારા પણ કરવામાં આવશે. આ ક્રેડિટ લાઇન સેટ કરતા પહેલા બેંકો ગ્રાહકો પાસેથી પરવાનગી લેશે. એકવાર તમારી ક્રેડિટ લાઇન મંજૂર થઈ જાય, પછી તમે તમારી UPI એપ દ્વારા આ મર્યાદા જેટલી ચૂકવણી કરી શકશો અને આ રકમ નિયત તારીખ સુધીમાં ચૂકવવી પડશે.આરબીઆઈએ ક્રેડિટ લાઈન્સ પર વ્યાજ વસૂલવાનો નિર્ણય બેંકો પર છોડી દીધો છે. કેટલીક બેંકો તેના માટે વ્યાજ વસૂલે
છે તો કેટલીક બેંકો તેને નિશ્ચિત સમય માટે વ્યાજમુક્ત રાખે છે. અમુક અંશે, આ ‘Buy Now, Pay Later’ સેવાની જેમ કામ કરશે.

હાલમાં માત્ર બે બેંકોએ આ સેવા શરૂ કરી છે. HDFC બેંક અને ICICI બેંક તેના દરેક ગ્રાહકોને 50,000 રૂપિયા સુધીની મહત્તમ ક્રેડિટ લાઇન ઓફર કરશે. જુદા જુદા ગ્રાહકો માટે આ અલગ હશે. તેની ખર્ચની આદતો, ક્રેડિટ હિસ્ટ્રી અને આવક જોઈને આ નિર્ણય લેવામાં આવશે.‘UPI Now, Pay Later’ સેવામાં પણ એક અવરોધ છે, એટલે કે, ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરીને, તમે UPI એપ દ્વારા કોઈપણ દુકાનદાર અથવા વેપારીને જ ચુકવણી કરી શકશો. સામાન્ય લોકો એકબીજાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આ ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરી શકશે નહીં.

error: