Satya Tv News

કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહ ગોહિલે વીડિયો પણ શેર કર્યો છે. તેઓએ ‘X’ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ જઈ રહી છે, કારણ કે બહુમતી કોંગ્રેસ પાસે છે. આજે મતદાન છે. જુઓ વીડિયો. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવાથી પોલીસ ગઈકાલ રાતથી કોંગ્રેસ સભ્યોને હેરાન કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલજી જો આવી કનડગત બંધ નહીં થાય તો આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપીશું. કલોલના સભ્યો હોય કે સિહોરના તેમને પોલીસ કેમ હેરાન કરી રહી છે?

મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. કલોલમાં અમારી બહુમતી છે. કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીની હત્યા છે. મારી પાસે વીડિયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજી જવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની ગરીમા જાળવીએ છીએ.

error: