Satya Tv News

પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેર સિંઘએ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનની સુવિધાનો લાભ સરકારી કર્મચારીઓ સહિત તમામ નગારિકો વ્યાપક પ્રમાણમાં ઉઠાવી રહ્યા છે. પરંતુ હાલના સમયમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. જેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના ફેક એકાઉન્ટ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. જેમાં IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બની રહ્યા છે. આવા IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બનાવી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. આવી ગુનાહિત પ્રવૃતિ રોકવા માટે એડવાઈઝરી નીચે પ્રમાણે છે.

તમામ અધિકારીઓએ તેમના એકાઉન્ટ/પ્રોફાઈલને વેરીફાઈ કરવીને બ્લુ ટીક મેળવવી જોઈએ જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય. તો તમામ અધિકારીઓએ ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા એકાઉન્ટ લોક રાખવા જોઈએ. એટલે કે તેમના એકાઉન્ટ પબ્લિકના બદલે પ્રાઈવેટ રાખવા જોઈએ. પ્રોફાઈલ/એકાઉન્ટ પર આવતી ફ્રેન્ડ રીકવેસ્ટને એક્સેપ્ટ કરતા પહેલા તેની ખરાઈ કરવી જોઈએ અને ખરાઈ કર્યા બાદ જ રીકેવેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઈએ અને તેને સમયાંતરે બદલવા જોઈએ. અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ અલગ-અલગ જ રાખવા જોઈએ.

તાજેતરમાં જ IPS હસમુખ પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. જે એકાઉન્ટ બનાવનારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હસમુખ પટેલે આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. IAS, IPS અધિકારીઓના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટને લઈને સરકાર હરકતમાં આવી છે.

error: