આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. જો કોઈ નંબર પ્લેટ વગરનું નવું વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડિલર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કાઈ શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO દ્વારા તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.
ચાલતી પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.