Satya Tv News

શિનોર તાલુકાના એક ગામના મુસ્લિમ પરિવારને ફસાવવા યુવતીના નામે ફેક આઈ.ડી.બનાવી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ કરી પોસ્ટ વાયલર કરનાર આરોપી મુસ્લિમ યુવાનની શિનોર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શિનોર તાલુકાના એક ગામના મુસ્લિમ પરિવારની પરિણીત યુવતીના નામની ઈન્સ્ટાગ્રામ પર 3 ફેક આઈ.ડી.બનાવી પરિણીત યુવતી તેમજ તેની નણંદના ફોટા મૂકી ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ સાથે બિભત્સ કૉમેન્ટ કરી પોસ્ટ વાયલર કરી હતી.જેની જાણ યુવતીના પતિને થતાં શિનોર પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે શિનોર પી.એસ.આઈ A.R.મહીડા સહિત તેઓની ટીમે ફેક આઈ.ડી.બનાવી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ કરી પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઇકબાલ મિયાં મલેક ની આનંદ જિલ્લાના બાકરોલ ખાતેથી ધરપકડ કરી હતી.જે બાદ આરોપી યુવાનની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં આરોપી યુવાન ના પેટલાદ ગામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન થવાના હતા.જે કોઈ કારણોસર લગ્ન થઈ શક્યાં ન હતાં.અને ત્યારબાદ તે યુવતીના લગ્ન શિનોર તાલુકાના એક ગામના મુસ્લિમ યુવાન સાથે થઇ ગયા હતા.જેનો બદલો લેવા માટે યુવતીના નામનું ફેક આઇ.ડી.બનાવી પોસ્ટ વાયલર કરી હોવાની કબૂલાત કરી હતી.જે બાદ શિનોર પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસીટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: