Satya Tv News

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી દ્વારા બારોબાર સર્ટી ઇશ્યું થયા હતા. જે વાત ગુજરાત યુનિવર્સિટીને ધ્યાને આવતા હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં હવેથી સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. એટલે કે હવે તમામ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં રજિસ્ટ્રાર દ્વારા સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. જેમાં રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવશે.

error: