વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વોર્ડની બહાર સૂતા હતા તે દરમિયાન ચોર હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક બાદ એક દર્દીઓના સગાના મોબાઈલની ચોરી કરી હતી. ચોરની આ કરતૂત CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે- ચાદર ઓઢીને આવેલો શખ્સ કેવી રીતે ચોરીને અંજામ આપે છે. પોલીસે CCTVના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.