રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે મૃતક બાળકોના પિતાની પૂછપરછ હાથ ધરી છે. જેમાં બંને બાળકોને પિતા અવારનવાર દરગાહ લઇ જતો હોવાનું સામે આવ્યુ છે.
15 દિવસ પહેલા જ બાળકોની માતાએ છૂટાછેડા લીધા હતા. જે પછી પિતા તેના બાળકોને સાંજના સમયે દરગાહમાં લઇ જતો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં જમાડ્યા બાદ બાળકોને ઉલટી થઇ હતી. ઉલટી થયા બાદ બંને બાળકોના શંકાસ્પદ મોત થયા હતા. ત્યારે હવે બાળકોના મોતનું કારણ જાણવા ફોરેન્સિક તપાસ થશે. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.