Satya Tv News

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકર પટેલ 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પ્રોહિબીશન કેસમાં નામ નહિં ખોલવા લાંચ માંગી હતી. ACBએ છટકુ ગોઠવી દીધું હતું અને ઝડપી લીધો હતો. ACBએ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપી લેતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

ACB સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગતરોજ સુરત જિલ્લના ઉમરપાડા પોલીસ સ્ટેશને થી વધુ એક લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબિશેન ગુનામાં ફરિયાદીનું નામ નહિં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકર પટેલએ 50,000ની લાંચ માગી હતી. જેને લઇને ફરિયાદી લાંચ આપવા ન માંગતો હતો. જેથી તેઓએ એસીબીની સંપર્ક કર્યો હતો. જેને લઇને એસીબીએ છટકુ ગોઠવી દીધું હતું. અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જ 50,000 લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. તેઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સુરત જિલ્લામાં ACBએ પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ હતી.

error: