Satya Tv News

નવસારી શહેરમાં દસ્તુરવાડ સ્થિત બાઈ નવાજ તાતા ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં તા.15-09-2023 રોજ હિન્દી દિવસ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે શાળામાં વિવિધ પ્રવૃતિઓ જેમ કે પોસ્ટર મેકિંગ, નાટ્યકૃતિ, નૃત્ય, હિન્દી ભાષાના મહત્વ તેમજ પ્રખ્યાત હિન્દી કવિઓની જીવની દર્શાવતા વકતાઓ, નુક્કડ નાટક, કાવ્યપઠન, વાર્તાકથન તેમજ અનેક પ્રવૃત્તિઓ થકી બાળકોમા હિન્દી ભાષા પ્રત્યે ગર્વ ઉત્પન્ન કરવાનો એક નાનકડો પ્રયાસ શાળાના આચાર્ય હિતેશ પારેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો ,મુખ્ય અતિથિ તરીકે પ્રદિપ પાંડે અને ઈમરાન ભાઈ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી તેની સાથે અન્ય ભાષાઓનું અપમાન નહીં ,પરંતુ ફક્ત આપડી હિન્દી ભાષા નું મહત્વ સમજાવવા માટેનાં શુભ આશયથી કવિતાઓ તથા નાટકો નૃત્ય અને વાર્તાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું ,જેમાં ભાગ લેનારા તમામ ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળાની શિક્ષિકાઓ દ્વારા પણ કવિતા રજૂ કરવામાં આવી હતી. આજનાં માહોલમાં અંગ્રેજી ભાષા બોલતા લોકોને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજવામાં આવે છે .અને હિન્દી ભાષાનું મહત્વ ઘટી રહ્યું હોય તેવા વિષયો પર વિવિધ પ્રવૃતિઓ દ્વારા હિન્દી ભાષા પ્રત્યે ગર્વની ભાવના ઉત્પન્ન થાય અને શુધ્ધ અને સ્પષ્ટ હિન્દી ભાષા લખતા અને બોલતા માટે જાગૃતતા આવે તેવા સંદેશ આપ્યા હતા. શાળાનાં બાળકોનાં શાનદાર અભિનય તથા નૃત્ય અને આત્મવિશ્વાસ પાછળ શાળાનાં આચાર્ય હિતેશ પારેખ અને શિક્ષકોની મહેનત જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય હિતેશ પારેખે ઉપસ્થિત મહેમાનો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા .અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: