Satya Tv News

તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે રિસોર્ટ આવેલું છે જ્યા 34 ફૂટની વિશાળ નંદીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે પરંતુ હાલ નર્મદા ડેમમાંથી પાણી છોડવાને કારણે આ મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ હતી અને થોડીક જ ક્ષણોમાં મૂર્તિ પાણીના પ્રવાહમાં તણાઇ જવા પામી હતી.

આજ રોજ નર્મદા ડેમ ભયજનક સપાટી પર આવી જતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના પગલે કાંઠા વિસ્તારોમા નર્મદા ડેમના પાણી ફરી વળ્યા છે .આ દરમિયાન તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે આવેલી 34 ફૂટની વિશાળ નંદીની મૂર્તિ પણ પાણીમાં ગરકાવ થવા પામી હતી. આ નંદીને જોવા માટે દૂર દૂર થઈ લોકો આવે છે ,ઉપરાંત નર્મદા પરિક્રમા દરમિયાન પણ કેટલાક ભાવી ભક્તો આ મૂર્તિ જોવા માટે આવતા હોય છે. આ મૂર્તિ આજ રોજ નર્મદા ડેમના પાણીમાં ગળકાવ થવા પામી છે, અને થોડીક જ ક્ષણોમાં પાણીના પ્રવાહમાં વિશાળ નંદીની મૂર્તિ ખેંચાઈ જવા પામી હતી. વિશાળ નંદીની મૂર્તિ પાણીના પ્રવાહમાં ખેંચાતા લોક ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા

error: