ડભોઇ તાલુકાના ચાંદોદ ગામે મધ્યરાત્રીએ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઇ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને એલર્ટ અપાવ્યું હતું. ચાંદોદ ભીમપુરા નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે, વાત કરીશું સુપ્રસિદ્ધ ચાંદોદ ની તો ચાંદોદ માં એક માળ સુધી દુકાનો મકાનો તેમજ મંદિરોમાં નર્મદા પાણી ફરી વળ્યા છે
નર્મદા નદીનું વ્રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ત્યારે ચાંદોદના મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા છે હાલ ઓરસંગ નદી તેમજ નર્મદા નદી ઉફાન ઉપર છે ત્યારે મુખ્ય બજારોમાં એક એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકો પોતાનું ઘરવખરી નું સામાન નાવડીમાં લઈ જઈ પોતાના જીવના જોખમે સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે.ખૂબ જ ઝડપથી નર્મદા નદીનું પાણી છે તે વધી રહ્યું છે અને ચાંદોદ બજાર આગળ ચાંદોદ આખો જળમગ્ન બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ