ચામડીયા ઢોર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
નદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યાં
કાંઠા વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ
તિલકવાડા નગરના કાંઠા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા નીચલી બજાર ચામડીયા ઢોર વિસ્તારમાં નદીના પાણી ઘરોમાં ફરી વળતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમ ભયજનક સપાટી ઉપર આવી પહોંચતા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે હાલ નર્મદા નદી ભયજનક સપાટી ઉપર આવી પહોંચી છે તો કેટલાક નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, આવી પરિસ્થિતિ તિલકવાડા નગરમાં પણ આવીને ઊભી છે તિલકવાડા નગરના કાંઠા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે તિલકવાડા નીચલી બજાર ચામડિયા ઢોર વિસ્તાર સુધી નદીના પાણી આવી પહોંચ્યા છે અને કેટલાક લોકોના ઘરોમાં ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે .અને હાલ પણ નર્મદા નદી ભયજન સપાટી ઉપર પસાર થઈ રહી છે ,જેના કારણે કાંઠા વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા