Satya Tv News

YouTube player

પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડમાં બેઠક
ગણપતિ,ઈદેમિલાદ ઉત્સવને ધ્યાને લઈ બેઠક
પી.આઈ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

હાંસોટ પોલીસ સ્ટેશન કચેરી ખાતે ગણપતિ અને ઈદેમિલાદ ઉત્સવ નિમિત્તે પી. આઈ. કે. વી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામા આવી હતી.

હિંદુઓનો ગણપતિનો ઉત્સવ અને મુસ્લિમ લોકોનો ઈદેમિલાદનાં ઉત્સવને ગણત્રીના દિવસો બાકી રહેલા તેને ધ્યાને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુસર હાંસોટ સ્થિત પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડમાં પી. આઈ. કે. વી. ચુડાસમા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, દરમ્યાન પી. આઈ. કે. વી. ચુડાસમા એ સૂચનો આપતા જણાવ્યુ હતું ,કે ઉત્સવો ના સંદર્ભમાં સક્ષમ અધિકારીની પરવાનગી નિયત સમયમાં લઈ લેવી કોઈએ પણ ગણપતિની પી. ઓ.પી. મૂર્તિની સ્થાપના કરવી નહીં. ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરવી અને ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારનાં માદક દ્રવ્ય કે નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં મા બહેન દીકરીઓ કે રસ્તા ઉપર રાહદારીઓ કે નાગરિક ઉપર સફેદ પાવડર કે રંગ ગુલાલ હાનિકારક વસ્તુઓ કે પદાર્થો ઉડાડવા નહીં કોઇપણ ધર્મના લોકોને ઉશ્કેરતા ધાર્મિક તેમજ ઉશ્કેરણી જનક કે સ્વમાન ઘવાય કે અપમાનિત થાય તેવાં સૂત્રોચ્ચાર કરવા નહીં કે ગીતો ગાઈન વગાડવા નહીં. ઘાતક હથિયારો ધારણ કરવા નહીં. કે સાથે રાખવા નહીં. તાજેતરમાં અમલમાં હોય તેવા તથા વખતોવખત બહાર પાડવામાં આવતાં સરકારના પરિપત્રોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સતત સંપર્કમાં રહી જરૂરી માહિતી વિના વિલંબે પૂરી પાડવી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોનાં પ્રશ્નો સાંભળી યોગ્ય નિકાલ સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ,અને ઉત્સવ દરમિયાન સાથ સહકાર આપવા જાણવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી હાંસોટ

error: