NDRFની તેમજ SDRFની એક ટીમ સ્ટેન્ડબાય
પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર.
NDRF,SDRF કોઈ પણ સ્થિતિ માટે સજજ
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૃચમાં સર્જાયેલ પુરની સ્થિતિના પગલે બચાવ કામગીરી માટે NDRF અને SDRFની એક એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 31 ફૂટ પર પોહચતાં સર્જાયેલ પુરની સ્થિતિને પગલે તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય માટેની કામગીરી હાથ ધરી હતી.જેના ભાગરૂપે ગતરાત્રે જ બચાવ કામગીરી માટે વાલિયા SRP ગ્રુપ 10 ની SDRF ની એક ટીમ ભરૃચ આવી પોહચી હતી.જેના 19 જેટલા જવાબાજ જવાનોની ટીમ બચાવ સામગ્રી સાથે ઝાડેશ્વરના ગાયત્રી મંદિર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે.જે જિલ્લા વહીવટી તંત્રના આદેશ મળતાં જ કોઈ પણ સ્થિતિ માટે સજજ થઇ રવાના થવા તૈયાર હતી..આજ રીતે 25 જાંબાઝ જવાનો ની NDRF ની એક ટીમ પણ વડોદરા થી આવતા ઝાડેશ્વર પાટીદાર વાડીમાં રોકાયેલ છે. ..જે ટીમ પણ સંભવિત કોઈ પણ સ્થિતિ માટે સજજ થઇ જિલ્લા કલેક્ટરના આદેશની રાહ જોઈ રહી છે.જે બાદ બચાવ કામગીરી માટે રવાના થશે..
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ