Satya Tv News

https://youtu.be/1-c5wbGqu_M

નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડયું
ભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરાયા
ગોલ્ડન બ્રિજના પાણીની સપાટી 35ફૂટ પહોંચી
વડોદરાની 6 NDRFની એક ટીમને પણ તૈયાર

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે રવિવાર સવારે 10 વાગે સુધી ગોલ્ડન બ્રિજના પાણીની સપાટી 32 ફૂટ સુધી પહોંચી હતી.જેના કારણે તંત્રએ નર્મદા નદી કિનારેના 39 ગામોને એલર્ટ કરી એક હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે.જ્યારે એક NDRF ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 19 લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા અને ભરૂચ જિલ્લાના નદી કિનારે આવેલા 39 ગામોને એલર્ટ કરી ત્યાં રહેતા એક હજાર સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા સુચનાઓ આપી દેવામાં આવી છે.બીજી તરફ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજની પાણીની સપાટી તેના ભયજનક 24 ફૂટ વટાવીને 32 ફૂટે વહી રહી છે. જેથી નીચાણ વાળા વિસ્તારોમાં આવેલાં રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે.આથી ભરૂચ જિલ્લાના શુકલતીર્થ – ઝનોર રોડ તેમજ ઝઘડિયા તાલુકાના ઉમ્મલાથી પાણેથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતાં સાવચેતી અને સલામતી હેતુ આ માર્ગ પણ બંધ કરાયો છે. જોકે તંત્રએ પણ પુરની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.જો પરિસ્થિતિ વધુ વિકટ બને તો વડોદરાની 6 NDRF ની એક ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે.જ્યારે ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વહીવટી તંત્રના અધિકારીઓ,પોલીસ જવાનો નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: